સ્વજનોની સ્મૃતિમાં સેવાકાર્ય: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં વાઘેલા પરિવાર દ્વારા તિથિભોજન
ખેરગામ: ખેરગામના જાણીતા ચામુંડા ફેબ્રિકેશનના માલિક શ્રી ઉમેશભાઈ વાઘેલા તથા શ્રી અશ્વિનભાઈ વાઘેલા પરિવાર દ્વારા તેમના પિતાશ્રી સ્વ. શામજીભાઈ ધરમશીભાઈ વાઘેલાની 9મી પુણ્યતિથિ તથા અશ્વિનભાઈ વાઘેલાના પુત્ર સ્વ. વાસુની 13મી પુણ્યતિથિ નિમિત્તે શામળા ફળિયા પ્રાથમિક શાળામાં તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને પ્રેમ અને લાગણીપૂર્વક તિથિભોજન પીરસવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા સ્વજનોની સ્મૃતિને સેવાકીય કાર્ય સાથે જોડીને વિદ્યાર્થીઓ માટે તિથિભોજનનું આયોજન કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શામળા ફળિયા પ્રાથમિક શાળા પરિવાર શ્રી ઉમેશભાઈ વાઘેલા, શ્રી અશ્વિનભાઈ વાઘેલા તથા સમગ્ર વાઘેલા પરિવારનો આ સેવાભાવી અને ભાવપૂર્ણ યોગદાન બદલ હાર્દિક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
— શામળા ફળિયા પ્રાથમિક શાળા પરિવાર, ખેરગામ

0 Comments