તારીખ: ૧૨/૧૦/૨૦૨૬, સોમવાર
નિપુણ પખવાડિયા અંતર્ગત ‘અમારી શેરીની સફર (ગલી-મહોલ્લા દર્શન)’ પ્રવૃત્તિનો અહેવાલ
શામળા ફળિયા પ્રાથમિક શાળામાં નિપુણ પખવાડિયા અંતર્ગત સોમવાર, તા. ૧૨/૧૦/૨૦૨૬ના રોજ બાળકો માટે ‘અમારી શેરીની સફર (ગલી-મહોલ્લા દર્શન)’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રવૃત્તિ અંતર્ગત શાળાનાં બાળકોને ખેરગામ–નારણપોર રોડથી ઉત્તર દિશામાં આવેલી ગલી-શેરીની મુલાકાત કરાવવામાં આવી હતી. આ દરમિયાન બાળકોએ શેરીમાં આવેલાં ઘરોની મુલાકાત લઈને ત્યાં જોવા મળતાં વિવિધ વાહનો, દૂધાળાં પશુઓ તથા મરઘાં ઉછેર વિશે માહિતી મેળવી હતી. સાથે જ શેરીમાં આવેલી દુકાનની મુલાકાત લઈને કઠોળ, અનાજ તથા જીવનજરૂરિયાતની વિવિધ વસ્તુઓના નામ અને તેમની કિંમતો વિશે સમજ કેળવી હતી.
શેરીની મુલાકાત દરમિયાન બાળકોએ રસ્તાની જમણી અને ડાબી બાજુ આવેલાં વૃક્ષો, વનસ્પતિ તથા વિદ્યાર્થીઓનાં ઘરોની ઓળખ મેળવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને પોતાના આસપાસના વિસ્તાર, સ્થાનિક પર્યાવરણ, વ્યવસાય, પ્રાણીઓ અને રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ વિશે પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
આમ, ‘અમારી શેરીની સફર’ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં અવલોકનશક્તિ, ગણનકૌશલ્ય, આસપાસના પર્યાવરણની સમજ તથા સામાજિક વ્યવહારની કુશળતા વિકસે તેવા હેતુથી આનંદદાયી રીતે શીખવાની તક પૂરી પાડવામાં આવી હતી.
સ્થળ: શામળા ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તારીખ: ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ (સોમવાર)


















0 Comments