ખેરગામ TPEO શ્રી મનીષભાઈ પરમાર તથા KTPSS પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની મુલાકાત.
ખેરગામ: ખેરગામ તાલુકાના TPEO શ્રી મનીષભાઈ પરમાર સાહેબ તથા KTPSS ખેરગામના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન શાળાની શૈક્ષણિક કામગીરી, વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસક્રમની પ્રગતિ તથા શાળાની વિવિધ વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ દરમિયાન મધ્યાહન ભોજન (MDM) તથા દૂધ સંજીવની યોજનાની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ શાળામાં ટોયલેટ તથા જાજરૂની ઉપલબ્ધતા અને સ્વચ્છતા, સ્વચ્છતા જાળવવા માટે જરૂરી સાધન-સામગ્રીની ઉપલબ્ધતા અને ઉપયોગ અંગે પણ સમીક્ષા કરવામાં આવી.
શાળાના પુસ્તકાલયની મુલાકાત લઈ બાળકો તથા શિક્ષકો દ્વારા પુસ્તકોના વાંચનની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી અને વધુમાં વધુ વાચન પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. શાળા પરિસરની સાફ-સફાઈ અને સ્વચ્છતાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
મુલાકાત દરમિયાન SMC બેઠક બોલાવી સભ્યો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી તેમજ SMC ઠરાવ બુકની ચકાસણી કરવામાં આવી. શાળામાં ઉપલબ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, પાણીની સ્વચ્છતા અને નિયમિત જાળવણી અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની હાજરીની સમીક્ષા કરી શાળાની દૈનિક શૈક્ષણિક અને વહીવટી કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
મુલાકાત દરમિયાન અધિકારીઓ તથા આગેવાનો દ્વારા શાળામાં સ્વચ્છ, સુઘડ અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
શાળા પરિવાર દ્વારા TPEO શ્રી મનીષભાઈ પરમાર સાહેબ તથા KTPSS ખેરગામના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણના શાળાની મુલાકાત બદલ હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


0 Comments