શામળા ફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી અને પોમાપાળ ફળિયા ખેરગામનો રહેવાસી હેત્વિક રૂપેશભાઈ પટેલ હાલમાં ધોરણ - 6માં આવ્યો છે. જે વેકેશનમાં તેના મામાના ગામ ઉનાઈ ખાતે રહેવા ગયો હતો. ત્યાં ઘરની સામે ઇલેક્ટ્રિક ડીપી હતી તેના પર ચડી ગોરસ આમલી પાડવા જતાં જીવંત તારને હાથ અડી જતાં હાથ પગે મોટી માત્રામાં દાઝી ગયો છે. તત્કાળ ધરમપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પરંતુ ઘણી માત્રામાં દાઝ્યો હોય ત્યાંથી વલસાડ ખસેડવામાં આવ્યો અને વલસાડથી પણ સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટે ડોક્ટરે ભલામણ કરી હતી. હાલ સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે સારવાર હેઠળ છે. તેમના પિતાનો સંપર્ક કરતાં જાણવા મળ્યું છે કે હજુ લાંબા સમય સુધી સારવાર ચાલશે. હાથપગે કેટલાં ટકા દાઝ્યો તે તેમનાં પિતાને ખબર નથી. એક ડોક્ટરના વિશ્વાસ પર સારવાર હેઠળ છે.
વાત એવી છે કે જ્યારે પ્રથમ વખત મામાને ત્યાં ગયો ત્યારે વીજળીકરણ માટે થાંભલા ઊભા કરી ઉપર ડિપી ફીટ કરેલ હતી પરંતુ ડીપી ચાલુ કરેલ ન હતી. તે વખતે ત્યાં તેઓ રમતાં હતાં. આ વખતે ગયો ત્યારે ડીપી ચાલુ હાલતમાં હતી. તે વાત તેની ધ્યાન બહાર હોઈ થાંભલા પર ગોઠવેલ ડીપીની બાજુમાં ઊભા રહી ગોરસ આંબલી પાડવા જતાં જીવંત તારને હાથ અડી જતાં હાથપગે ગંભીર રીતે દાઝી ગયેલ છે. માતા પિતા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. હાલ સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રથમ દિવસે સારવાર માટે શાળાના આચાર્યશ્રી દ્વારા સારવાર માટે તાત્કાલિક ₹૧૫૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરેલ છે. તેમને હજુ પણ આર્થિક મદદની જરૂર છે.
0 Comments