WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

  


તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન, આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન, ખેરગામ ગ્રામ પંચાયત સભ્ય હેમલતાબેન, એસ.એમ.સી. સભ્યો, વાલીઓ, ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની ધોરણ -૮ ની બાળાઓ દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ ગીત રજૂ કરવામાં આવ્યુ.

બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૮ બાળકોને અને ધોરણ-૬માં  બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગત વર્ષનાં ૩ થી ૫ ધોરણમાં પ્રથમ આવેલ બાળકોને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. શામળા ફળિયાનાં દાતાશ્રી હેમલતાબેન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કિટ દ્વારા બાલવાટિકાનાં બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

 કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.





પ્રવેશોત્સવ નિમિત્તે પોતાની અંદાજમાં શિક્ષકો માટે પ્રેરણારૂપ વક્તવ્ય રજૂ કરતાં CRC co. ટીનાબેન




Post a Comment

0 Comments