ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણના હસ્તે વિજ્ઞાન–ગણિત પ્રદર્શનનું ઉદ્દઘાટન.
નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજન કરાયેલા વિજ્ઞાન–ગણિત પ્રદર્શન 2025–26 નું શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું.
જેમાં ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, શામળા ફળિયા CRC શ્રીમતિ ટીનાબેન પટેલ, તેમજ માધ્યમિક શાળામાંથી નિર્ણાયકશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પ્રદર્શન અંતર્ગત પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગોના વિદ્યાર્થીઓએ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વૈજ્ઞાનિક, પર્યાવરણીય, કૃષિ આધારિત, આરોગ્ય સંબંધિત અને ગણિતના રાજ્યકક્ષાના મોડેલ રજૂ કર્યા. “ટકાઉ ખેતી, હરિત ઊર્જા, સ્માર્ટ કચરાનું વ્યવસ્થાપન, ગણિતના મોડેલ, પ્રાકૃતિક ખેતી, સોલાર સ્માર્ટ ફાર્મિંગ” જેવા મહત્વપૂર્ણ વિષયો પર આધારિત અનેક પ્રોજેક્ટ્સને ઉપસ્થિત શિક્ષકો–વિદ્યાર્થીઓએ વિશેષ વખાણ્યા.
વિદ્યાર્થીઓએ રજૂ કરેલા મુખ્ય મોડેલોમાં —
Automatic Irrigation System, Green Energy Model, Smart Waste Segregation System, Multiplication Strip, અવિભાજ્ય સંખ્યા મોડેલ, Terrace Farming, તેમજ જીવામૃત આધારિત ખેતી મોડેલ — જેવા નવીન અને પ્રયોગાત્મક પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો.
શામળા ફળિયા CRC હેઠળની વિવિધ શાળાઓ —
શામળા ફળિયા, નાંધઈ, નારણપોર, વાવ, વચલા ફળિયા, પોમાપાળ, રાઘવા ફ, વાવ પ્રાથમિક શાળા, પહાડ ફળિયા પ્રાથમિક શાળા, નવી ભૈરવી, જૂની ભૈરવી, પુષ્પશાંતિ પ્રાથમિક શાળા, તેમજ સ્વામિનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સર્જનાત્મકતા, સમસ્યા–સમાધાન શક્તિ, પ્રયોગાત્મક શીખવા પ્રત્યે રસ તથા નવતર વિચારશક્તિનો વિકાસ થયો. શિક્ષક–વિદ્યાર્થી વચ્ચેની શૈક્ષણિક પ્રક્રિયા વધુ મજબૂત બનતી જોવા મળી.
કાર્યક્રમની સફળતા માટે તમામ માર્ગદર્શક શિક્ષકો, CRC સંયોજકો અને સંકળાયેલા શાળા પરિવારનો નોંધપાત્ર સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો



























0 Comments