તા - ૦૨/૦૬/૧૯૩૯ નાં રોજ શાળા શરૂ થઈ હતી તેનાં આજની તારીખે ૮૩ વર્ષ પૂરા થતા સરકારશ્રીના પરિપત્ર અનુસાર શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
આ શાળામાંથી ઘણા વિધાર્થીઓ અભ્યાસ કરી નોકરી, સ્વતંત્ર વ્યવસાય,ખેતી, કંપનીમાં જોડાઈ વ્યવસ્થિત જીવન ગુજારી રહ્યા છે.
જૂના વડીલોમાં કેટલાક હયાત છે તો કેટલાકનો સ્વર્ગવાસ થયેલ છે. ૮૩ વર્ષમાં શાળાએ ઘણી પ્રગતિ કરી છે.
શાળાએ પોતાના પરિવેશમાં ઘણા બદલાવ થતાં જોયા છે. આજે શાળામાં આધુનિક ઢબે ઘણાં ફેરફાર થયેલ જોવા મળે છે. પહેલા નળિયાં વાળા મકાનો હતા જ્યારે આજે આધુનિક ઢબના પાકા મકાનો છે. પાણી માટે ro અને કૂલરની સુવિધા તેમજ કોમ્પ્યુટર,ટીવી, ડીશ કનેકશન,ઈન્ટરનેટ જેવી હાલની આધુનિક સુવિધાઓ વિધાર્થીઓને મળી રહી છે.
આજે શાળાની સ્થાપના દિવસની ઉજવણી માટે ગામના આગેવાનો માજી.સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, માજી.ગ્રા. પં. સભ્યશ્રી બાબુભાઇ પટેલ દૂધ મંડળીનાં ચેરમેનશ્રી વિનોદભાઈ પટેલ, હાલનાં ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી હેમલતાબેન પટેલ,ગ્રામજનો શાળાના શિક્ષકો, શામળા ફળિયા CRC મહેશભાઈ કુંડેરા અને વિદ્યાર્થી મિત્રોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. શુભ શરુઆત પ્રાર્થના કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યાર બાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
વિનોભાઈ પટેલ દ્વારા શાળાના ઇતિહાસની વિગતો રજૂ કરવામાં આવી જેમાં શૈક્ષણિક સુવિધાઓ મકાનની સ્થિતિ, ભૌતિક સુવિધાઓની વિગતો રજૂ કરવામાં આવી. ત્યારબાદ માજી સરપંચશ્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું અને છેલ્લે શાળાના મુખ્યશિક્ષક શ્રીમતિ પ્રજ્ઞાબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી
0 Comments