WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

ડાયટ નવસારી દ્વારા શાળા સ્વચ્છતા અને ઇકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત શાળા મૂલ્યાંકન કરવામાં આવ્યું.

ડાયટ નવસારી દ્વારા શાળા સ્વચ્છતા અને ઇકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત શાળા મૂલ્યાંકન કરવામાં આવ્યું.

તારીખ ૨૬-૦૩-૨૦૨૪નાં દિને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીના  લેક્ચરરશ્રી ડૉ.પ્રકાશભાઈ પટેલ, કેલિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હેમંતભાઈ પટેલ અને પિપલખેડનાં નિવૃત્ત શિક્ષકશ્રી દ્વારા ઇકોકલબની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. 

જેમાં કિચન ગાર્ડન, ઔષધિ બાગ, શોષ ખાડો, શૌચાલયની સ્વચ્છતા, અને તેને અંતર્ગત કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ બાબતે શિક્ષકો અને બાળકો પાસેથી પ્રશ્નોત્તરી દ્વારા માહિતી લેવામાં આવી હતી.અને ઇકોકલબ અંતર્ગત નિભાવવામાં આવતા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. વર્ષોથી વાવેલ અજ્ઞાત વૃક્ષોના નામ હેમંતભાઈ પટેલ દ્વારા જાણવા મળ્યા હતાં. તેમજ ડૉ. પ્રકાશભાઈ પટેલ દ્વારા  ઇકો ક્લબ બાબતે શાળાને ઉપયોગી  જરુરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.









 

Post a Comment

0 Comments