તારીખ :૦૯-૦૨-૨૦૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું.
જેમાં ગૌરી પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી ફાલ્ગુનીબેન ચૌધરી અને કન્યા શાળાનાં આચાર્યશ્રી ભરતભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ દફતર ચેક કરવામાં આવ્યું તેમજ શિક્ષકોની દૈનિક નોંધ, હાજરીપત્રક અને આયોજન સહિત સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક વિભાગમાં ફાલ્ગુનીબેન ચૌધરી દ્વારા વર્ગ નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં ગણિત વિષયમાં અંક જ્ઞાન, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ની ચકાસણી અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયમાં શબ્દો, વાક્યો, વાંચનની ચકાસણી કરવામાં આવી. જ્યારે ધોરણ ૬થી૮માં ભરતભાઈ સુથાર દ્વારા વર્ગ નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં ગણિત, વિજ્ઞાન, સામજિક વિજ્ઞાન અને ભાષાના તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. છેલ્લે તમામ શિક્ષકોને વિષય બાબતે શિક્ષકોને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
0 Comments