WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

National Girl Child Day 2024: રાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ ઉજવવામાં આવે છે?

 

National Girl Child Day 2024: રાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ ઉજવવામાં આવે છે?

આજે રાષ્ટ્રીય કન્યા દિવસ ભારતમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ૨૦૦૮માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા ભારતીય સમાજમાં છોકરીઓને જે અસમાનતાનો સામનો કરવો પડે છે તે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો ઊજવવામાં આવે છે. જેમાં બાલિકા બચાવો, જાતિ ગુણોત્તર અને છોકરીઓ માટે સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણની રચના વિશે જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે.

૨૦૧૯માં આ દિવસની ઉજવણી ‘એમ્પાવરિંગ ગર્લ્સ ફોર એ બ્રાઇટર ટુમોરો'થીમ સાથે કરવામાં આવી હતી. તેનો હેતુ દેશમાં છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી, કન્યાઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવી તથા સ્ત્રી શિક્ષણ, આરોગ્ય અને પોષણના મહત્ત્વ અંગે જાગૃતિ વધારવી. આ દિવસે વિવિધ રાજ્યોમાં બાળ કન્યાને પુરસ્કૃત પણ કરવામાં આવે છે.

Post a Comment

0 Comments