"સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી" અંતર્ગત શામળા ફળિયા પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે પેપરમાંથી બેગ બનાવવામાં આવી.
લોકો પ્લાસ્ટિક બેગને બદલે પેપર બેગનો વધુમાં વધુ ઉપયોગ કરે અને સ્વચ્છ ભારતમાં પોતાનું યોગદાન આપે એ હેતુસર શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બેગ બનાવવામાં આવી હતી. જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ભાગ લીધો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પેપરમાંથી સરસ મઝાની બેગ બનાવી હતી. સરકારશ્રીના પરિપત્ર અનુસાર સમાજમાં લોકો પ્લાસ્ટિકની બેગની જગ્યાએ પેપર બેગનો ઉપયોગ કરી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં સહભાગી થાય અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ નિર્માણ કરવાનો શુભ આશય રહેલો છે.
0 Comments