તારીખ :૧૯-૧૦-૨૦૨૩નાં દિને સ્વિફ્ટચેટનાં કો ઓર્ડીનેટરશ્રી સાગર મજીગામકર દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી.
જેમાં સ્વિફ્ટચેટ દ્વારા યોજાતી અઠવાડિક કસોટી બાબતે પડતી મુશ્કેલીઓ બાબતે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીને રૂબરૂ મળી પરીક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં દરેક ધોરણના બબ્બે વિદ્યાર્થીઓને પરીક્ષા મેળવેલ માર્કની નોંધણી કરવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેમજ જે વિદ્યાર્થીઓ બીજી શાળામાંથી આવ્યા હોય અને આ શાળામાં નામ નથી બતાવતા તેમની માહિતી મંગાવવામાં આવી.
શાળા તરફથી સ્વિફ્ટચેટના કો - ઓર્ડીનેટરને બાળકોની હાજરીનાં અપડેટ માટે ઉપલી કક્ષાએ રજૂઆત કરવા બાબતે ઘટતું કરવા નમ્ર વિનંતી કરવામાં આવી.
0 Comments