તારીખ : ૧૩-૯૧-૨૦૨૩નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા પરિવાર તરફથી દરેક બાળકને પતંગ અને તલનાં લાડુ આપવામાં આવ્યા. બાળકોએ પૂરા ઉત્સાહથી ઉતરાયણની ઉજવણી કરી.
માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નવસારી દ્વારા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના રજૂઆતના પગલે સમગ્ર જિલ્લામાં બાળકોનાં પ્રિય તહેવારને ધ્યાનમાં રાખી પતંગ અને દોરાની ખરીદી માટે શાળાનો સમય સવારનો કરવાથી બાળકોને ખરીદી માટે પૂરતો સમય મળી રહેશે.
0 Comments