ધોરણ ૧ નો વિદ્યાર્થી રોનિત પટેલનો આજે જન્મ દિવસ હોય શાળા પરિવાર તેને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. શાળા સંમેલનમાં સૌ બાળકો અને શિક્ષકો દ્વારા જન્મ દિવસનું ગીત ગાઈને શુભેચ્છા પાઠવી હતી. રોનીતના માતાપિતા દ્વારા મોકલાવેલ ચોકલેટ વહેંચીને રોનિત આજે ખૂબ ખુશ હતો. એમ તો અમે શાળામાં ચોકલેટ કે મીઠાઈ વહેચવાનું બંધ કરેલ અને તેની જગ્યાએ ફૂલછોડનું નક્કી કરેલ.પરંતુ નાના ભૂલકાંઓના જિદ્દ કે આગ્રહને વશ થઈને માતાપિતા મોકલતા હોય છે. અને તેનું અમે માન જાળવીએ છે. ભવિષ્યમાં જ્યારે બાળક ભણીગણીને આગળ વધશે ત્યારે તેની બાળપણની યાદો શાળા સાથે જોડાયેલ રહેશે. અમારી શાળા શાળામાં ભણતા બાળકોની યાદગાર પળોને સાચવી અને વાલીઓ સાથે સંપર્કમાં રહેવાનું કાર્ય કરી રહી છે.
ધોરણ -૧ નાં સાથી મિત્રો સાથે રોનિત પટેલ
0 Comments