શાળાના તમામ વ્હાલા બાળકોને અને વાલીઓને શાળા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. આવનારા તમામ પર્વો તમારા માટે મંગલમય બની રહે.
બાળકોને ખાસ વાત કહેવાની છે કે દિવાળી પર્વ દરમ્યાન તમારા મમ્મી-પપ્પા કહે તેમ તમારે કરવાનુ છે.ખોટી જીદ કરવી નહિ. બિનજરૂરી ખર્ચ કરાવવો નહિ. જ્યારે જ્યારે સમય મળે ત્યારે મોકલવામાં આવેલ કે શાળામાંથી સૂચના અનુસાર લેશન કરવાનુ છે. ફટાકડા ફોડતી વખતે સાવધાની રાખવી. આજુબાજુના ઘરો કે ભાતના કુંદવાને ધ્યાનમાં રાખી ફટાકડાં ફોડવા. નાનાં ભૂલકાંઓએ મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનની હાજરીમાં જ ફટાકડાં ફોડવા.
આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે , ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય , કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય ,
દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય ,
ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે ,
ત્રીજ થી ત્રેવડ વધે ,
ચોથ થી ચતુરાઈ વધે , લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે શાળા પરિવાર પ્રાર્થના સહ હાર્દિક શુભકામના પાઠવે છે
0 Comments