સ્વ.શામજીભાઈ વાઘેલાની હયાતીમાં પણ દર વર્ષે બાળકોને શ્રાદ્ધ સમયે પોતાની ઉપસ્થિતિમાં તિથીભોજન કરાવતાં હતા. સને 2017માં કદાચ તેમને કુદરતી રીતે ખબર હશે કે શું? પણ તેમણે કહ્યુ હતું કે, "આ શાળામાં મારા તરફથી છેલ્લું તિથીભોજન હશે!!" અને અમે મજાકમાં તમે સેંચૂરી પૂરી કરશો એવું પણ કહ્યું હતું!! અને ખરેખર તેમના શબ્દો સાચા પડ્યા અને તેઓ તારીખ -૧-૧૧-૨૦૧૭નાં રોજ દેવલોક પામ્યા હતા. તેઓ બાળકોને ભગવાન સ્વરૂપે જોતાં.બાળકોને ખવડાવવું એ પ્રભુને થાળ અર્પણ કરવા બરાબર સમજતાં.
હવે તેમના પુત્ર શ્રી ઉમેશભાઈ વાઘેલા તરફથી સિલસિલો ચાલુ રાખ્યો છે.પણ વચ્ચેના સમય ગાળા દરમિયાન કોરોના વાઇરસના કારણે બંધ રાખવામાં આવેલ હતું.પરંતુ આ વર્ષે ૨૦૨૨નાં તારીખ :૨૨-૦૯-૨૦૨૨નાં રોજ અમારી શાળા બુંદી,ગાંઠિયા અને ખમણનું તિથીભોજન કરવામાં આવ્યું હતું
આ શાળા ઉપરાંત પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં આ રીતે દર વર્ષે તિથિભોજન કરાવવામાં આવતું હોય છે.
0 Comments