તા:૧૮-૦૪-૨૦૨૨ના રોજ શ્રી રાકેશભાઈ અમ્રતભાઈ પટેલ રહે શામળા ફળિયા.જેઓની ખેરગામ ધરમપુર રોડ શામળા ફળિયા ખાતે નર્સરી આવેલ છે. જેઓના તરફથી શામળા ફળિયા પ્રાથમિક શાળાને ૧૦ ફૂલછોડ ભેટ સ્વરૂપે મળેલ છે. જેથી શાળા પરિવાર તરફથી શ્રી રાકેશભાઈ અને તેમનાં પિતાશ્રી અમ્રતભાઈનો આભાર વ્યક્ત કરે છે તેમજ શાળામાં ધોરણ -૨ ભણતી દ્વિતીબેનના પિતા તુષારકુમાર અને માતા આશિકીબેન તરફથી પણ દીકરીની જન્મદિવસની ઉજવણી સ્વરૂપે ફૂલછોડ ભેટ સ્વરૂપે મળેલ છે. જેથી તેમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.
શાળા બાગ માટે દર વર્ષે શાળાની બાજુમાં રહેતા શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા છાણિયું ખાતર આપવામાં આવે છે. અમારો શાળા બાગ લીલોછમ દેખાવાનું કારણ છાણિયું ખાતર છે.
કોઈ પણ સ્વાર્થ વિના તેઓ તેઓ a સેવા પૂરી પાડે છે. માટે આ તબક્કે તેમનો પણ શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે.
રાકેશભાઈ પટેલ તરફથી મળેલ ફૂલછોડ વાલીઓશ્રી દ્વારા રોપાવવામાં આવ્યા. અને માવજતની તમામ જવાબદારી તેમના ભણતાં દીકરા કે દીકરીને સોંપવામાં આવી છે.
0 Comments